કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે મુંબઈ-દિલ્હીની અનેક ટ્રેનો રદ
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને પગલે મુંબઈ-દિલ્હીની અનેક ટ્રેનો રદ
Published on: 10th October, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ૧૦મી મેના રોજ યોજાનાર આંદોલનને પગલે રેલવે તંત્રએ મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો અચાનક રદ કરી દીધી છે. આ નિર્ણયને કારણે બે મહિના અગાઉથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ અને સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈથી દિલ્હી જતી અનેક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને પાંચથી આઠ કલાક મોડી દોડાવવાની જાહેરાત કરાઈ છે. રેલવેના આ નિર્ણયથી પ્રવાસીઓમાં ભારે નારાજગી છે, કારણ કે છેલ્લી ઘડીએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે.