દાહોદના સંજેલી તાલુકાના કરંબા ગામે આંગણ ઉત્સવની ભવ્ય ઉજવણી
દાહોદના સંજેલી તાલુકાના કરંબા ગામે આંગણ ઉત્સવની ભવ્ય ઉજવણી
Published on: 28th September, 2026

સંજેલી તાલુકાના કરંબા ગામમાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, તાલુકા સભ્ય જગદીશ પરમાર, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રુચિતા રાજ સહિત અનેક મહાનુભાવો અને લાભાર્થીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં કિશોરીઓને સંતુલિત આહાર, પોષણનું મહત્વ, સ્વાસ્થ્ય, વ્યક્તિગત સ્વચ્છતા અને યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન અપાયું. "અમારી આંગણવાડી અમારી જવાબદારી" ના સંદેશ સાથે બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ તથા આરોગ્ય માટે થતી કામગીરી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.