ડભોઇમાં ૨૦ વર્ષથી ખાલી અને જર્જરિત કોમ્યુનિટી હોલ
ડભોઇમાં ૨૦ વર્ષથી ખાલી અને જર્જરિત કોમ્યુનિટી હોલ
Published on: 28th September, 2026

ડભોઇના મહુડી ભાગોળ માછીવાડ વિસ્તારમાં ૨૦ વર્ષથી ધૂળ ખાઈ રહેલો લાખો રૂપિયાનો કોમ્યુનિટી હોલ હાલ શોભાનો ગાંઠિયો બન્યો છે. આ હોલ નિર્માણ બાદ આજ સુધી કોઈ જાહેર હેતુ માટે વપરાયો નથી, અને હવે અત્યંત બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત બાંધકામ તોડીને તેના સ્થાને સરકારી દવાખાનું, આંગણવાડી, કે કૌશલ્ય વિકાસ કેન્દ્ર જેવી લોકઉપયોગી સુવિધાઓ ઊભી કરવામાં આવે, જેથી હજારો પરિવારોને ફાયદો થઈ શકે.