છોટાઉદેપુરમાં ગ્રાહક સુવિધા અર્થે નસવાડીમાં બેંકો રવિવારે કાર્યરત
છોટાઉદેપુરમાં ગ્રાહક સુવિધા અર્થે નસવાડીમાં બેંકો રવિવારે કાર્યરત
Published on: 28th September, 2026

નસવાડી તાલુકામાં બેંક કર્મચારીઓની હડતાળને કારણે ગ્રાહકોને પડતી અગવડ ટાળવા માટે, વિવિધ બેંકોની શાખાઓ રવિવારે પણ ગ્રાહકો માટે ખુલ્લી રાખવામાં આવી હતી. બેંક કર્મચારીઓએ પાંચ દિવસીય વર્કિંગ વીક સહિતની માંગણીઓને લઈને સોમવારથી ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું છે. આના પરિણામે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, ગ્રાહકો તેમના બેંકિંગ વ્યવહારો રવિવારે જ પૂર્ણ કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો.