સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર
Published on: 28th September, 2026

ગુજરાત રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યની 17,000 થી વધુ શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરોને આવેદનપત્ર સુપરત કરાયું છે. જેમાં અરવલ્લી જિલ્લા મહામંડળ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચાર મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી. આ માગણીઓમાં FRC પ્રક્રિયા સરળીકરણ, 10% કે ઓછો ફી વધારો કરતી શાળાઓને મુક્તિ, RTE હેઠળ ફી ચૂકવણી, શાળાઓની સ્વાયત્તતા અને કર્મચારીઓની નિમણૂકમાં સરકારી હસ્તક્ષેપ દૂર કરવો, તેમજ રોજબરોજની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા કોમન પોર્ટલની રચના જેવી બાબતોનો સમાવેશ થાય છે.