બનાસકાંઠામાં આખલા સાથે અથડાઈ કાર પલટી
બનાસકાંઠામાં આખલા સાથે અથડાઈ કાર પલટી
Published on: 28th September, 2026

બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક નેશનલ હાઈવે પર મધરાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટના બે વેપારી મિત્રો, યુવરાજસિંહ હરવિજયસિંહ રાઠોડ અને દિવ્યજીત દિલુભાઈ ધાંધલ, પોતાના ભાગીદાર હરદિપસિંહ સાથે જોધપુર ખાતે ધંધા અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તા પર આવેલા આખલા સાથે તેમની કાર અથડાઈ અને કાર બેકાબૂ બની પલટી ખાઈને આશરે 20 ફૂટ દૂર ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થતાં યુવરાજસિંહ અને દિવ્યજીતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હરદિપસિંહને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે.