અમરેલીના રાજુલા નજીક બીમાર સિંહના રેસ્ક્યૂ સમયે વન કર્મચારીઓ પર હુમલો
અમરેલીના રાજુલા નજીક બીમાર સિંહના રેસ્ક્યૂ સમયે વન કર્મચારીઓ પર હુમલો
Published on: 28th September, 2026

અમરેલી જિલ્લાના રાજુલા નજીક નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. સિંહે અચાનક બે વન કર્મચારીઓ પર હુમલો કર્યો, જેમાં ફોરેસ્ટર અને ટ્રેકરને ગંભીર ઈજાઓ થઈ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ હુમલા દરમિયાન ફોરેસ્ટરની લાયસન્સવાળી રિવોલ્વર અને છ જીવતા કારતૂસ ગુમ થઈ જતાં વનવિભાગ અને પોલીસમાં દોડધામ મચી ગઈ. સિંહને પકડવા માટે હાલ પાંજરું મુકવામાં આવ્યું છે અને ગુમ થયેલી રિવોલ્વર શોધવાની કવાયત ચાલી રહી છે.