ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા પણ હવે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે: સોદાને આખરી ઓપ અપાયો.
ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા પણ હવે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે: સોદાને આખરી ઓપ અપાયો.
Published on: 10th March, 2026

ભારતની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની માંગ વધી રહી છે. ફિલિપાઇન્સ પછી હવે ઇન્ડોનેશિયા પણ પોતાના સશસ્ત્ર દળો માટે આ મિસાઇલ ખરીદશે. ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમની ખરીદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જે ભારત માટે ગર્વની વાત છે. આ મિસાઇલ ધ્વનિની ગતિથી 3 ગણી વધુ ઝડપી છે.