તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ.
તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ.
Published on: 08th May, 2026

તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયે ફરી એક વખત રાજ્યપાલની મુલાકાત કરી હતી અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. જોકે રાજ્યપાલ બીજી વખત પણ સંમત નહોતા થયા. જેને પગલે હવે તમિલનાડુના રાજભવન બહાર વિજયના પક્ષ ટીવીકેના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરી દેવાયા છે અને રાજ્યપાલ પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે બહુમત સાબિત કરવાનું સ્થળ રાજભવન નહીં પણ વિધાનસભા હોય છે.