પાટણના ધાણોધરડા ગ્રામ પંચાયતમાં સરપંચ-તલાટી વચ્ચે ભારે તણાવ.
પાટણના ધાણોધરડા ગ્રામ પંચાયતમાં સરપંચ-તલાટી વચ્ચે ભારે તણાવ.
Published on: 08th May, 2026

ધાણોધરડા ગામે મહિલા સરપંચ અને મહિલા તલાટી વચ્ચે વહીવટી કામકાજ અને ખર્ચાઓને લઈને થયેલા તણાવ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સરપંચના પતિ પર તલાટીને જાતિ વિષયક અપશબ્દો બોલવા અને માર મારવાનો આક્ષેપ છે, જેના પગલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.