વડોદરાના ગોત્રીમાં ચાલકને ખેંચ આવતા કાર ઝાડ અને થાંભલામાં ઘૂસી
વડોદરાના ગોત્રીમાં ચાલકને ખેંચ આવતા કાર ઝાડ અને થાંભલામાં ઘૂસી
Published on: 08th August, 2026

ગોત્રી વિસ્તારમાં ચાલુ કારમાં ચાલકને ખેંચ આવતાં કાર ઝાડ અને થાંભલામાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ચાલકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વુડા સર્કલથી યશ કોમ્પ્લેક્સ જતાં રસ્તા પર બનેલા આ બનાવમાં કાર ઝાડ સાથે અથડાઈને થાંભલામાં ઘૂસી ગઈ હતી. સદ્ભાગ્યે, કોઈ રાહદારી કે અન્ય વાહનચાલક અડફેટે ન આવતાં જાનહાનિ ટળી હતી. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.