વડોદરાના કાશીપુરા ચોકડી નજીક ચાની લારી પર ગાંજાનો વેપાર
વડોદરાના કાશીપુરા ચોકડી નજીક ચાની લારી પર ગાંજાનો વેપાર
Published on: 08th August, 2026

વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી પાસે આવેલી ચાની કેબિનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી સુરેનસિંહ યોગેન્દ્રસિંહ પાસેથી પોલીસે 1,140 ગ્રામ ગાંજો, બે મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની ઝિપલોક કોથળીઓ અને એક સ્ટીલનો ડબ્બો મળી આવ્યો છે. પોલીસે કુલ રૂ. 61,100 નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.