રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ 10મા માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ 10મા માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
Published on: 19th September, 2026

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આંધ્રપ્રદેશની 19 વર્ષીય વિદ્યાર્થિની અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ 10મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી. સવારે લગભગ 10 વાગ્યે બનેલી આ ઘટના બાદ કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક વિદ્યાર્થિની મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI આધારિત બીજા વર્ષના અભ્યાસ કરી રહી હતી. તેણે આત્મહત્યા કેમ કરી તેનું કારણ હાલ અકબંધ છે. મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.