અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફ્લૂ, ડેન્ગ્યુ, એડેનો વાઇરસ અને સ્વાઇન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફ્લૂ, ડેન્ગ્યુ, એડેનો વાઇરસ અને સ્વાઇન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો
Published on: 12th August, 2026

બદલાતા વાતાવરણને કારણે બાળકોમાં વાઇરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, એડેનો વાઇરસ અને સ્વાઇન ફ્લૂ (ઇન્ફ્લૂએન્ઝા-એ એચ1એન1)ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 2 થી 15 વર્ષના બાળકોના સેમ્પલ RT-PCR ટેસ્ટમાં H1N1 પોઝિટિવ આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફ્લૂ માટે આવતાં બાળકોની સંખ્યા જૂનથી જુલાઈ અને ઓગસ્ટમાં વધી છે. બાળકોમાં સતત તાવ, માથાનો દુખાવો, શરદી-ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. 2009માં શોધાયેલા H1N1 સ્ટ્રેનના કેસ જોવા મળી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.