કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની તબિયત લથડી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની તબિયત લથડી
Published on: 14th August, 2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અચાનક અસ્વસ્થતા અનુભવતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબો દ્વારા તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. AIIMS દ્વારા જાહેર કરાયેલા મેડિકલ બુલેટિન મુજબ, નડ્ડાની હાલત સ્થિર છે અને તેઓ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની તબિયતના સમાચાર બાદ અનેક રાજકીય નેતાઓ, સમર્થકો અને શુભચિંતકોએ તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી છે.