પાનધ્રોમાં આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના બીજા દિવસે જ બંધ; 15 દિવસમાં શરૂ ન થાય તો ચક્કાજામની ચીમકી.
પાનધ્રોમાં આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના બીજા દિવસે જ બંધ; 15 દિવસમાં શરૂ ન થાય તો ચક્કાજામની ચીમકી.
Published on: 05th September, 2025

લખપત તાલુકાના પાનધ્રોમાં લાંબા સમયની માંગણી બાદ શરૂ થયેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉદ્ઘાટનના બીજા દિવસથી જ બંધ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ઉદ્ઘાટન માત્ર ફોટા સેશન હતું. DMF ક્લિનિક પણ બંધ કરાયું છે. 15 દિવસમાં ડોક્ટર, સ્ટાફ અને દવાઓ સાથે કેન્દ્ર શરૂ કરવાની માંગણી સાથે ચક્કાજામની ચીમકી આપવામાં આવી છે.