તેલંગાણામાં ‘કૂતરા-મુક્ત ગામ’ના નામે હત્યા: આંધ્રથી ડોગકેચર્સ બોલાવી 1600 કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતાર્યા.
તેલંગાણામાં ‘કૂતરા-મુક્ત ગામ’ના નામે હત્યા: આંધ્રથી ડોગકેચર્સ બોલાવી 1600 કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતાર્યા.
Published on: 08th February, 2026

તેલંગાણાના ગામોમાં ‘કૂતરા મુક્ત ગામ’ બનાવવા માટે આંધ્ર પ્રદેશથી ડોગ કેચર્સ બોલાવી, દરેક કૂતરા દીઠ ₹500 આપી ઝેરી ઇન્જેક્શન દ્વારા 1600થી વધુ કૂતરાઓને મારી નાખવામાં આવ્યા. ગામલોકોએ સરપંચની ચૂંટણીમાં ડોગ બાઈટની સમસ્યા ઉઠાવી હતી, જેના કારણે આ પગલું લેવાયું. યુથ ફોર એન્ટી કરપ્શન મુજબ, 2020થી 2025 સુધીમાં 14.88 લાખ ડોગ બાઈટ કેસ નોંધાયા છે. સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.