આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: જૂનાગઢના ૧૫ વોર્ડમાં ૨૧મી જૂને સમાંતર યોગ કાર્યક્રમોનું આયોજન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: જૂનાગઢના ૧૫ વોર્ડમાં ૨૧મી જૂને સમાંતર યોગ કાર્યક્રમોનું આયોજન
Published on: 20th June, 2026

૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૫ વોર્ડમાં સમાંતર યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મુખ્ય કાર્યક્રમ નરસિંહ મહેતા તળાવ ખાતે સવારે ૫.૪૫ થી ૭.૪૫ કલાકે યોજાશે. આ સાથે, દરેક વોર્ડના નાગરિકો તેમના વિસ્તારમાં જ યોગ કરી શકે તે માટે જુદા જુદા સ્થળો નક્કી કરાયા છે. મેયર ધર્મેશ પોશીયાએ તમામ નગરજનોને આ સ્વાસ્થ્ય ઉત્સવમાં ભાગ લેવા અપીલ કરી છે.