ચાણસોલમાં બાળકોના આરોગ્ય માટે રૂ.5-10ના પડીકાંઓ પર પ્રતિબંધ
ચાણસોલમાં બાળકોના આરોગ્ય માટે રૂ.5-10ના પડીકાંઓ પર પ્રતિબંધ
Published on: 07th September, 2026

મહેસાણા જિલ્લાના ચાણસોલ ગામે બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપતાં રૂ.5-10ના પડીકાંના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ગામના બસ સ્ટેશન નજીક પાણીપુરી, દાબેલી, વડાપાઉં જેવી ફાસ્ટ ફૂડની લારીઓ પણ 5 સપ્ટેમ્બરથી બંધ કરાવાઈ છે. નિયમ તોડનાર વેપારીઓ કે દુકાનદારો પર રૂ.1,000 થી રૂ.10,000 સુધીનો દંડ થશે. વેપારીઓએ પણ આ નિર્ણયને સર્વાનુમતે સ્વીકારી સમર્થન આપ્યું છે. આ પહેલ બાળકોના સ્વાસ્થ્યને લાંબાગાળે નુકસાન કરતા જંકફૂડથી બચાવવા માટે કરાઈ છે.