ઉત્તર ગુજરાતના બટાકા ખેડૂતો સાથે અન્યાય!
ઉત્તર ગુજરાતના બટાકા ખેડૂતો સાથે અન્યાય!
Published on: 07th September, 2026

ઉત્તર ગુજરાતમાં Potato Farmers અને Contract Farming Companies વચ્ચેનો વિવાદ વકર્યો છે. શરૂઆતમાં સારો નફો મેળવનારા ખેડૂતો હવે કંપનીઓની મનસ્વી શરતો અને કથિત અન્યાયથી કંટાળ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો એકજૂથ થઈ રાત્રિ સભાઓ અને ખાટલા બેઠકો યોજી રહ્યા છે. કંપનીઓ દ્વારા 100 કિલો બટાકામાં 1 કિલો 600 ગ્રામની કપાત અને લોડિંગ મજૂરી ખેડૂતો પર આર્થિક ભારણ વધારે છે. અંગ્રેજીમાં કરારના દસ્તાવેજો ખેડૂતો સાથે કાયદાકીય છેતરપિંડી સમાન છે, જેના કારણે તેઓ લાચાર બન્યા છે.