બે સિંહ લડ્યા, એક 10 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો!
બે સિંહ લડ્યા, એક 10 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો!
Published on: 07th September, 2026

ગિર સોમનાથ અને અમરેલી સરહદે, ખંભાળા વિસ્તારમાં બે સિંહની લડાઈ બાદ એક નર સિંહ 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો. વન વિભાગની ટીમે અત્યંત જોખમી અને હાઈ-રિસ્ક ઓપરેશન હાથ ધરીને, સિંહને બેભાન કર્યા વિના, લાકડીઓ અને દોરડાની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. 20 કર્મચારીઓની મહેનત બાદ સિંહને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો, જ્યાં 10 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયો.