અમદાવાદના મણિનગરમાં પ્રદૂષિત પાણીથી રોગચાળાનો ભય
અમદાવાદના મણિનગરમાં પ્રદૂષિત પાણીથી રોગચાળાનો ભય
Published on: 12th August, 2026

મણિનગરમાં શ્રી સત્યનારાયણ રો હાઉસ સોસાયટીમાં એક સપ્તાહથી પીવાનું પાણી ગંદુ અને માટીવાળું આવી રહ્યું છે. ચોમાસામાં આ ગંદા પાણીથી ઝાડા, ઉલટી, કમળો અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઇન ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. તાત્કાલિક લાઇન ચેકિંગ અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.