દાંતામાં ICU થી સજ્જ મેડિકલ સેવા કેમ્પ શરૂ
દાંતામાં ICU થી સજ્જ મેડિકલ સેવા કેમ્પ શરૂ
Published on: 20th September, 2026

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે આવતા લાખો પદયાત્રીઓની નિઃશુલ્ક સેવા માટે દાંતા શીત કેન્દ્ર ખાતે બનાસ મેડીકલ સેવા કેમ્પનો શુભારંભ થયો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ટીમો 24 કલાક સેવારત રહેશે. પદયાત્રીઓની ત્વરિત અને ઉચ્ચસ્તરીય સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ ICU જેવી ઈમરજન્સી તબીબી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.