ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુદ્ધિકરણના અભાવે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થયો છે.
ઉમરાળામાં ચેકડેમના બંધિયાર પાણીના શુદ્ધિકરણના અભાવે લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થયો છે.
Published on: 17th February, 2026

ઉમરાળા ગ્રામ પંચાયત સંચાલિત પાણી પુરવઠા યોજનાનો કૂવો કાળુભાર નદીના ચેકડેમની વચ્ચે હોવાથી પ્રદૂષિત પાણીથી ભરેલો રહે છે. જેના કારણે લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. પાણીના ક્લોરિનેશનમાં પણ અખાડા કરવામાં આવી રહ્યા છે. ચેકડેમના પાણીને કૂવામાં જતું અટકાવવા માટે કોઈ ઉપાય કરવામાં આવતો નથી. આથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. કુવાના પાણી પર શેવાળ સ્પષ્ટ દેખાય છે.