નવસારીના 125 વર્ષ જૂના ઢીંગલાબાપા
નવસારીના 125 વર્ષ જૂના ઢીંગલાબાપા
Published on: 12th August, 2026

નવસારીના દાંડીવાડમાં આદિવાસી હળપતિ સમાજ દ્વારા છેલ્લા ૧૨૫ વર્ષથી વધુ સમયથી અષાઢી અમાસના દિવસે ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. બ્રિટિશ કાળ દરમિયાન કોલેરા રોગને નાથવા શરૂ થયેલી આ પરંપરા આજે પણ આસ્થા સાથે જળવાઈ રહી છે. ઘાસ અને કપડાંથી બનેલા ઢીંગલાબાપાને ત્રણ દિવસ લગ્નની જેમ પીઠી ચોળી વિધિ કરાય છે. શોભાયાત્રામાં હજારો આદિવાસી, પારસી, મુસ્લિમ સમાજના લોકો ડીજેના તાલે પારંપરિક લગ્નગીતો ગાઈ નૃત્ય કરે છે. બાપાના દરબારમાં સિગરેટ ચઢાવવાની પ્રથા વ્યસન મુક્તિનો સંકલ્પ કરાવે છે.