શિવપરા-9ના આંગણવાડી પાસે કચરાના ઢગલા
શિવપરા-9ના આંગણવાડી પાસે કચરાના ઢગલા
Published on: 07th September, 2026

રાજકોટ મનપાના સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શિવપરા-9માં આંગણવાડી પાસે જ કચરાના ઢગલા જમા થતાં સ્થાનિકોમાં રોષ છે. દીપક સોસાયટી શેરી નં.4ના કોર્નર પર કચરાના સામ્રાજ્યથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જે બાળકોના આરોગ્ય માટે જોખમી છે. બગીચા પાસે કચરો હોવાથી ડેન્ગ્યૂ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો ભય છે. મનપાને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રહીશો પરેશાન છે. તાત્કાલિક કચરો હટાવી જંતુનાશક દવા છાંટવાની માંગ છે.