3 મહિનાના બાળકનું બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન સફળ
3 મહિનાના બાળકનું બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન સફળ
Published on: 11th August, 2026

દાહોદમાં માત્ર 3 મહિનાના અઝહર જફર શેખનું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક બ્રેઈન એન્ડોસ્કોપી ઓપરેશન કરાયું. બાળકના જન્મ બાદ મગજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા અગાઉ અમદાવાદમાં ઓપરેશન કરાયું હતું. પરંતુ શન્ટ ખસી જતા ગંભીર સ્થિતિ સર્જાતા તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું. ન્યુરોસર્જન ડૉ.ધીરેન હાડા અને ટીમ દ્વારા કરાયેલી આ સફળ સર્જરી બાદ બાળકની તબિયતમાં સુધારો થતાં રજા અપાઈ.