આયુષ્માન કાર્ડ અને RBSK યોજના બન્યા સંજીવની
આયુષ્માન કાર્ડ અને RBSK યોજના બન્યા સંજીવની
Published on: 01st September, 2026

ઈડરના 9 વર્ષીય દિવ્યમને RBSK યોજના હેઠળ થયેલી આરોગ્ય તપાસમાં સોફ્ટ ટિશ્યુ સાર્કોમા કેન્સરનું નિદાન થયું હતું. આયુષ્માન ભારત યોજનાના સહયોગથી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સફળ સર્જરી અને અમદાવાદમાં કીમોથેરાપી કરાવી બાળક સંપૂર્ણપણે કેન્સર મુક્ત થયો છે. ડો. નિસર્ગ સુથાર અને ડો. કાજલ પટેલની ટીમે શરૂઆતથી અંત સુધી સહયોગ આપ્યો. આયુષ્માન કાર્ડ અંતર્ગત થયેલા ઓપરેશન અને ત્યારબાદની કીમોથેરાપી સારવાર સફળ રહી.