મહુવા-તળાજાના રત્નકલાકારોની હડતાલ
મહુવા-તળાજાના રત્નકલાકારોની હડતાલ
Published on: 01st September, 2026

ભાવનગરના મહુવા અને તળાજામાં હીરાઉદ્યોગના રત્નકલાકારો તેમની આઠ મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી વેતન સ્થિર હોવા છતાં મોંઘવારી વધતા જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. પાંચ હજારથી વધુ કલાકારો ભાવ વધારા, પગાર ચુકવણી, સમાન વેતન અને નવા શ્રમ કાયદાના પાલન જેવી બાબતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આ મામલે કલેક્ટર મધ્યસ્થી કરીને ઉકેલ લાવે તેવી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી માંગ કરાઈ છે.