પોરબંદરમાં મેલેરિયા-ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય તંત્ર સક્રિય
પોરબંદરમાં મેલેરિયા-ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય તંત્ર સક્રિય
Published on: 01st September, 2026

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો સામે પોરબંદરનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટમાં અત્યાર સુધી મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહે મેલેરિયાના 3 પોઝિટિવ કેસ મળતા આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છરના પોરા શોધવા, તેનો નાશ કરવા અને તાવના દર્દીઓના ટેસ્ટિંગ માટે મેગા સર્વે હાથ ધરાયો છે. પાણીનો સંગ્રહ રોકવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તાવના લક્ષણો દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.