એકતા નગરમાં સફાઈ બાદ ફરી કચરો: બેદરકારો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ
એકતા નગરમાં સફાઈ બાદ ફરી કચરો: બેદરકારો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ
Published on: 10th September, 2026

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા પ્રયાસો છતાં જાહેર સ્થળોએ ગંદકીની સમસ્યા યથાવત છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારો અને સન ફાર્મા રોડ નજીક કચરાના ઢગલા જોવા મળ્યા છે. તાજેતરમાં એકતા નગરમાં સફાઈના કલાકોમાં જ ફરી કચરો ફેંકવાની ઘટના બની. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે સફાઈ કામદારોનો વાંક નથી, પણ કેટલાક બેદરકાર લોકો જાણીજોઈને ગંદકી ફેલાવે છે. ડોર ટુ ડોર કચરા ગાડી હોવા છતાં રસ્તા પર કચરો ફેંકાય છે. ભણેલા-ગણેલા લોકોની આ બેદરકારી દુઃખદ છે. જાહેર સ્થળોને ગંદા કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે.