વાપીની અવધ હેલિકોનિયા ટાઉનશિપમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના ટળી
વાપીની અવધ હેલિકોનિયા ટાઉનશિપમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના ટળી
Published on: 27th July, 2026

વલસાડમાં ભારે વરસાદ અને પૂરના કારણે વાપીના ટુંકવાડા વિસ્તારમાં 'અવધ હેલિકોનિયા ટાઉનશિપ'ના ૧૦૦૦ થી વધુ બંગલાઓ પાણીમાં ડૂબી ગયા હતા. પૂરના પાણીનો સંપર્ક પાણી શુદ્ધિકરણ માટેની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં રાખેલા 'ટ્રાયક્લોરોઆઈસોસાયન્યુરિક એસિડ' કેમિકલ સાથે થતાં ક્લોરિન અને સાયનોજન ક્લોરાઈડ જેવા અત્યંત ઝેરી ગેસનું ઉત્સર્જન શરૂ થયું. આરતી ઈન્ડસ્ટ્રીઝની સેફ્ટી ટીમે જોખમી ઓપરેશન દ્વારા આ ગેસને કાબૂમાં લઈ તેનો નાશ કર્યો, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને પીવાનું પાણી પુરવઠો પૂર્વવત કરાયો.