કેન્દ્રીય મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો: ગુજરાતના ૧૩ રમતવીરો નશાના રવાડે
કેન્દ્રીય મંત્રાલયનો ચોંકાવનારો ખુલાસો: ગુજરાતના ૧૩ રમતવીરો નશાના રવાડે
Published on: 27th July, 2026

ગુજરાતના રમતવીરો મેડલ જીતવાની લ્હાયમાં પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા પકડાયા છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા કરાયેલા ડોપ ટેસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના ૧૩ ખેલાડીઓ ડ્રગ્સ લેતા માલુમ પડ્યા છે. દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવી રમતોના ખેલાડીઓ વધુ ઊર્જા અને ઝડપી સ્નાયુ વિકાસ માટે આવી દવાઓનો સહારો લઈ રહ્યા છે. આ ઘટસ્ફોટથી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને સમગ્ર રમતગમત તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને ખેલાડીઓની કારકિર્દી દાવ પર લાગી ગઈ છે.