સાબરમતી નદીમાં પાણી વધ્યું, સંત સરોવરના 3 વધુ દરવાજા ખોલાયા
સાબરમતી નદીમાં પાણી વધ્યું, સંત સરોવરના 3 વધુ દરવાજા ખોલાયા
Published on: 27th July, 2026

ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. આથી, ગાંધીનગર સ્થિત સંત સરોવર (ઈન્દ્રોડા)ના સુરક્ષા માટે વધુ 3 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. અગાઉ 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વધુ વરસાદ થતાં ડેમની સલામતી જાળવવા માટે તંત્ર દ્વારા વધુ 3 દરવાજા ખોલીને નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ અધિકારીઓ પાણીની આવક-જાવક પર નજર રાખી રહ્યા છે. નદીના હેઠવાસના ગાંધીનગર અને અમદાવાદના 22 ગામોને સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે.