અમદાવાદમાં વરસાદી કહેર: થલતેજ S G Highway પર સર્વિસ રોડ પર જળબંબાકાર
અમદાવાદમાં વરસાદી કહેર: થલતેજ S G Highway પર સર્વિસ રોડ પર જળબંબાકાર
Published on: 27th July, 2026

અમદાવાદમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ખાસ કરીને થલતેજ નજીક S G Highway ના સર્વિસ રોડ પર ભારે પાણી ભરાયા છે, જેના કારણે વાહનોના ટાયર ડૂબી ગયા છે અને વાહનચાલકો અટવાયા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પરિસ્થિતિ વિકટ બની છે. સવારે નોકરી અને અન્ય કામકાજ માટે નીકળેલા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. થલતેજ, સાયન્સ સિટી, મેમનગર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.