સુરતમાં BRTS બસ ચાલકની બેદરકારી: વૃદ્ધ દરવાજામાં ફસાયા
સુરતમાં BRTS બસ ચાલકની બેદરકારી: વૃદ્ધ દરવાજામાં ફસાયા
Published on: 27th July, 2026

સુરતના પરવત પાટિયા BRTS જંક્શન પર બસ ચાલકની બેદરકારી સામે આવી છે, જ્યાં બસમાં ચઢી રહેલા એક વૃદ્ધ મુસાફરનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો. ભીડને કારણે ઉતાવળમાં ચઢી રહેલા મુસાફરોની સલામતીને અવગણીને બસ ચાલકે બસ ચાલુ કરી દીધી હતી, જેના કારણે વૃદ્ધ થોડે દૂર સુધી ઘસડાયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. BRTS તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ જવાબદાર ડ્રાઇવરને ટર્મિનેટ કરી બ્લેકલિસ્ટ કર્યો છે અને એજન્સીને નોટિસ આપી છે.