મગલાણા ગામની પરિણીતાને ચારિત્ર્યની શંકા રાખી ત્રાસ આપનાર પતિ સામે FIR
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મગલાણા ગામે પરિણીતા ધમાબા (ઉં.વ.૪૫) ને લગ્નના ૨૫ વર્ષ બાદ પતિ સંજયસિંહ દ્વારા ચારિત્ર્ય પર શંકા રાખી અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા તેણીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતકના ભુજ સ્થિત ભાઈ રાજેન્દ્રસિંહે સિહોર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
