વડોદરા કોર્પોરેશન: નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની ચૂંટણી આગામી ગુરૂવારે.
વડોદરા કોર્પોરેશન: નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિની ચૂંટણી આગામી ગુરૂવારે.
Published on: 23rd May, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી-2026ના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા આગામી ગુરૂવાર, 28 મેના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. આ સભામાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પ્રથમ અઢી વર્ષ માટે ચૂંટણી થશે. ઉપરાંત, સ્થાયી સમિતિના 12 સભ્યોની પણ નિયુક્તિ કરાશે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા મેન્ડેટ મુજબ નામોની જાહેરાત કરાશે, જેના રાજકીય મોરચે ચર્ચા ચાલી રહી છે. નવી નિમણૂંકો બાદ સ્થાયી સમિતિની બેઠક પણ યોજાશે.