બનાસકાંઠામાં જંગલ છોડી ગામમાં ભટકતું રીંછ, પશુપાલકોમાં ફેલાયો ભય!
બનાસકાંઠામાં જંગલ છોડી ગામમાં ભટકતું રીંછ, પશુપાલકોમાં ફેલાયો ભય!
Published on: 23rd May, 2026

બનાસકાંઠાના આવલ ગામમાં ખોરાકની શોધમાં એક રીંછ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયું. વહેલી સવારે પશુપાલકો જ્યારે તેમના પશુઓ પાસે ગયા ત્યારે અચાનક રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આ ઘટનાની જાણ થતાં ગામના વોટ્સએપ ગ્રુપ પર એલર્ટ કરાયું. કેટલાક યુવકોએ સુરક્ષિત અંતરથી રીંછનો વીડિયો પણ બનાવ્યો. ગામજનોએ વન વિભાગને જાણ કરી અને રીંછને સુરક્ષિત રીતે જંગલમાં છોડવા પાંજરા ગોઠવવાની માંગ કરી છે.