અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત.
અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત.
Published on: 23rd May, 2026

અમરેલી જિલ્લાના લાઠી નજીક કેરાળા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર થયેલી આ ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. લાઠી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકોની ઓળખ અને વધુ તપાસ શરૂ કરી છે.