નો-પાર્કિંગમાં બિનવારસી વાહનો હટાવ્યાં, દબાણ હટ્યું, 84 ઈ-ચલણ અપાયા.
નો-પાર્કિંગમાં બિનવારસી વાહનો હટાવ્યાં, દબાણ હટ્યું, 84 ઈ-ચલણ અપાયા.
Published on: 06th February, 2026

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસ કમિશનરના આદેશથી પૂર્વ ટ્રાફિક શાખા અને કારેલીબાગ પોલીસે નાગરવાડા, સલાટવાડા રોડ પરથી નો-પાર્કિંગના દબાણો દૂર કર્યા. આ કામગીરીમાં 84 લોકોને ઈ-ચલણ ફટકારવામાં આવ્યા હતાં અને 1 કાર તથા 8 ટુ-વ્હિલર ટોઈંગ કરવામાં આવ્યાં. ટ્રાફિક શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે અને જરૂર પડ્યે પાલિકા પણ જોડાશે.