જામનગર: રેલવે વિભાગ દ્વારા મેગા ડિમોલિશન, સિદ્ધાર્થનગર પાસે 700 મીટરના દબાણો પર JCB ફર્યું.
જામનગર: રેલવે વિભાગ દ્વારા મેગા ડિમોલિશન, સિદ્ધાર્થનગર પાસે 700 મીટરના દબાણો પર JCB ફર્યું.
Published on: 06th February, 2026

જામનગરમાં રેલવે વિભાગે સલામતી અને ટ્રેનની ગતિ માટે સિદ્ધાર્થનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. વર્ષોથી રેલવે ટ્રેકની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ટ્રેકની ડબલિંગની કામગીરી પછી ટ્રેનોની સ્પીડ વધી છે, તેથી અકસ્માતોથી બચવા માટે 20 ફૂટ સુધીના દબાણો હટાવાઈ રહ્યા છે. 700 મીટર લાંબા પટ્ટામાં 10 જેટલા JCB મશીનોથી શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે.