Jambusar: નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોનો પાક નિષ્ફળ.
Jambusar: નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોનો પાક નિષ્ફળ.
Published on: 06th February, 2026

ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે નગરપાલિકાની બેદરકારીથી ખેડૂતોને નુકસાન થયું છે. સારોદથી આવતી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે કપાસ, તુવેર જેવા પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ જંબુસર નગરપાલિકા પર આક્ષેપ લગાવ્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી અને વળતરની માંગ કરી છે. જો લાઈન રિપેર નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.