સુરત જિલ્લાના 'ચુડેલ' ગામનું નામ સત્તાવાર રીતે બદલાયું
સુરત જિલ્લાના 'ચુડેલ' ગામનું નામ સત્તાવાર રીતે બદલાયું
Published on: 18th July, 2026

સુરત જિલ્લાના માંડવી તાલુકાના 'ચુડેલ' ગામનું નામ બદલવાની 8 વર્ષની લાંબી કાનૂની લડતનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ, આ ગામ હવે 'ચંદનપુર' તરીકે ઓળખાશે. 2018થી ચાલી રહેલી રજૂઆતો અને પ્રયાસો બાદ ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો છે. નવા નામનો ઉલ્લેખ તમામ સરકારી રેકોર્ડમાં ગુજરાતી, દેવનાગરી અને રોમન લિપિમાં કરવાનો રહેશે. આ બદલાવથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.