વડોદરા SSG હોસ્પિટલમાંથી ગુજસીટોક આરોપી પોલીસને ચકમો આપી ફરાર
વડોદરા SSG હોસ્પિટલમાંથી ગુજસીટોક આરોપી પોલીસને ચકમો આપી ફરાર
Published on: 10th October, 2026

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો ગુજસીટોક (GUJCTOC) નો આરોપી મોહસીન પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આરોપીએ ટોયલેટ જવાનું બહાનું કાઢી પોલીસ કર્મચારીઓની ગેરહાજરીનો લાભ ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી અને CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ પોલીસ સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નાર્થ સર્જ્યો છે. આરોપી બદામ ગેંગનો સાગરિત હોવાનું જાણવા મળ્યું છે.