અમદાવાદના ઓઢવમાં યુવતીની છેડતીની અદાવતમાં 31 વર્ષીય યુવકની કરપીણ હત્યા
અમદાવાદના ઓઢવમાં યુવતીની છેડતીની અદાવતમાં 31 વર્ષીય યુવકની કરપીણ હત્યા
Published on: 10th October, 2026

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 31 વર્ષીય અજીતકુમાર ઠાકોરની જાહેરમાં હત્યા કરવામાં આવી. આ ઘટના મોડી રાત્રે શિવમ્ ઇન્દિરા નગરના આવાસમાં પાણીની ટાંકી નજીક બની. પોલીસ ફરિયાદ મુજબ, અગાઉ એક યુવતીની છેડતી બાબતે થયેલા ઝઘડાની રંજિશ રાખીને ત્રણ સગીર વયના કિશોરોએ અજીતકુમાર પર જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ યુવકને દંડા, લાતો અને ફેંટો વડે માર માર્યા બાદ તીક્ષ્ણ ચપ્પુ વડે ગરદન, પેટ અને છાતી પર ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા અજીતકુમારને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઓઢવ પોલીસે ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.