યુવાનોમાં IV ડ્રિપનો ક્રેઝ, HIV જેવા જોખમો છતાં હજારોનો ખર્ચ
યુવાનોમાં IV ડ્રિપનો ક્રેઝ, HIV જેવા જોખમો છતાં હજારોનો ખર્ચ
Published on: 10th October, 2026

નવરાત્રિ દરમિયાન સ્ટેમિના અને ગ્લો જાળવી રાખવા માટે યુવાનો 'IV Drip Therapy' તરફ વળી રહ્યા છે, જેમાં વિટામિન અને ગ્લુટાથિઓન ડ્રિપ માટે રૂ. ૧૫,૦૦૦ સુધીનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ આ ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરી છે. તબીબોના મતે, આ થેરાપીથી એલર્જી, ઇન્ફેક્શન, Hepatitis B, C અને HIV જેવા જીવલેણ રોગોનું જોખમ વધી શકે છે. વધુ પડતાં વિટામિન્સ કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. અનેક દેશોમાં પ્રતિબંધિત આ થેરાપી પર ભારતમાં પણ પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ છે.