દિલ્હી 2020માં રમખાણો ભડકાવવા બદલ તાહિર હુસૈન દોષિત
દિલ્હી 2020માં રમખાણો ભડકાવવા બદલ તાહિર હુસૈન દોષિત
Published on: 10th October, 2026

દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (AAP) ના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો ભડકાવવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કલમ 147 (રમખાણો ભડકાવવા) અને કલમ 109 હેઠળ તેમને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 13 આરોપી હતા, જેમાંથી 12 અન્ય લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે. કોર્ટ સજા નક્કી કરવા માટે 16 નવેમ્બરે વધુ સુનાવણી કરશે. આ રમખાણોમાં 53 લોકોના મોત થયા હતા અને સંપત્તિને પણ ભારે નુકસાન થયું હતું. તાહિર હુસૈનને રમખાણો બાદ AAP માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.