નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે 'શી-ટીમ'થી લઈને સાયબર સેલ સજ્જ!
નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે 'શી-ટીમ'થી લઈને સાયબર સેલ સજ્જ!
Published on: 10th October, 2026

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા ગુજરાત પોલીસે 22 હજારથી વધુ ગરબા સ્થળો માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ વડાઓને પેટ્રોલિંગ વધારવાના આદેશ આપ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે 'શી-ટીમ' ભીડભાડવાળા વિસ્તારોમાં વોચ રાખશે અને છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. સાયબર ક્રાઈમ સેલ ડિજિટલ માધ્યમો પર નજર રાખશે અને ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે IT એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. તમામ આયોજકો માટે CCTV, મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝર જેવી સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિ માટે 112 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.