અમદાવાદની ખુલ્લી ગટરમાં 10 વર્ષની બાળકી પડી
અમદાવાદની ખુલ્લી ગટરમાં 10 વર્ષની બાળકી પડી
Published on: 10th October, 2026

અમદાવાદના વિશાલા-નારોલ રોડ પર શનિવારે સાંજે એક 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 ટીમો અને 3 ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાંજે 5:30 વાગ્યાની આસપાસ દેવ ફાર્મ તરફ જતા રસ્તા પર આ દુર્ઘટના બની હતી. ફાયર ફાઇટરો બાળકીને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ભરચક રસ્તા પર ખુલ્લી ગટર રાખવા બદલ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.